તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ રાવતનું મૃત્યુ

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, એમના પત્ની મધુલિકા રાવત, જનરલ રાવતના સહયોગીઓ સાથેનું એક મિલિટરી હેલિકોપ્ટર 8 ડિસેમ્બર, બુધવારે તામિલનાડુના કોઈમ્બતુર અને કુન્નૂર વચ્ચેના કોઈક સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થતાં રાવત દંપતી તથા અન્ય 11 જણનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.

જનરલ રાવત તામિલનાડુના વેલિંગ્ટન (નિલગીરી હિલ્સ) ખાતે આવેલી ડીફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. ત્યાં તેઓ સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરવાના હતા. પરંતુ ચાર ક્રૂ સભ્યો અને જનરલ રાવત તથા અન્ય 9 પ્રવાસીઓ સાથેનું ભારતીય હવાઈ દળનું હેલિકોપ્ટર Mi-17V5 બપોરે 12 વાગ્યાની આસપાસ કુન્નૂર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

હેલિકોપ્ટરમાં સવાર થયેલા 9 જણના નામની યાદી

જનરલ બિપીન રાવત