GalleryEvents મુંબઈમાં ભાજપના સ્થાપનાદિનની ઉજવણી… April 6, 2018 કેન્દ્ર તથા મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના શાસક ભારતીય જનતા પાર્ટીએ 6 એપ્રિલ, શુક્રવારે પોતાનો 38મો સ્થાપનાદિવસ ઉજવ્યો હતો. મુંબઈમાં એ માટે વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પક્ષના પ્રમુખ અમિત સાહ, કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે આક્રમક શૈલીમાં ભાષણ કર્યું હતું અને વિપક્ષોની, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની નીતિની આકરી ઝાટકણી કાઢી હતી. એમણે કહ્યું કે, ભારત દેશને કોંગ્રેસના કલ્ચરથી મુક્ત કરાવવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ આ દેશને ભ્રષ્ટાચાર અને બેઈમાની સિવાય કંઈ આપ્યું નથી. અમિત શાહે વધુમાં કહ્યું કે, બીજેપી 11 કરોડ સભ્યો સાથે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. 2019ની લોકસભા ચૂંટણી પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડશે અને પ્રચંડ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે. અમિત શાહની સાથે (ડાબેથી જમણે) મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રાવસાહેબ દાનવે-પાટીલ, નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રનાં મહિલા-બાળવિકાસ પ્રધાન પંકજા મુંડે દેવેન્દ્ર ફડણવીસ, અમિત શાહ, નીતિન ગડકરી Mumbai: BJP chief Amit Shah, Union Minister of Road Transport and Highways Nitin Gadkari and Maharashtra Chief Minister Devendra Fadnavis during a rally organised to celebrate BJP’s 38th Foundation Day in Mumbai on April 6, 2018. (Photo: IANS)