મધ્ય પ્રદેશ, મિઝોરમની ચૂંટણીમાં ભારે ટકાવારી સાથે મતદાન…

મધ્ય પ્રદેશ અને મિઝોરમ રાજ્યોની વિધાનસભાની એક જ તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજવામાં આવ્યું. બંને રાજ્યોમાં સરેરાશ 75 ટકા મતદાન થયું છે. મધ્ય પ્રદેશમાં 2013ની ચૂંટણીનો રેકોર્ડ તૂટ્યો છે જ્યારે 72.7 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં ગઈ વેળાની ચૂંટણી વખતે 83.4 ટકા મતદાન થયું હતું. આમ, ઈશાન ભારતના આ રાજ્યમાં આ વખતે ઓછું મતદાન થયું છે. મધ્ય પ્રદેશમાં ત્રણ મુદતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યારે મિઝોરમમાં કોંગ્રેસનું શાસન છે. ઉપરની તસવીરમાં, લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન અને એમનાં પૌત્રી મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મતદાન કર્યાં બાદ એમની આંગળી પરનું નિશાન બતાવે છે.


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને એમના પત્ની મતદાન કરવા આવ્યા છે


શિવરાજ સિંહ ચૌહાણ, એમના પત્ની સાધના સિંહ અને બે પુત્રો કાર્તિકેય અને કુણાલ ભોપાલ જિલ્લાના જૈત ગામમાં મતદાન કર્યા બાદ એમની આંગળી પર શાહીનું નિશાન બતાવે છે.


કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં


મધ્ય પ્રદેશના ભોપાલમાં મતદાન કર્યાં બાદ મુસ્લિમ યુવતીઓ...


પહેલી જ વાર મતદાન કરવાનો મોકો મળ્યાની ખુશી
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ મધ્ય પ્રદેશના જબલપુરમાં મતદાન કર્યાં બાદ...


જબલપુર, મધ્ય પ્રદેશમાં પોતાનાં ઓળખપત્રો બતાવતી મહિલા મતદારો


જબલપુર, મધ્ય પ્રદેશ


મધ્ય પ્રદેશના ભોપાલનું દ્રશ્ય


મિઝોરમના મુખ્ય પ્રધાન લલ થનહવલા અને એમના પત્ની લલ રિલીયાની પાટનગર ઐઝવાલમાં મતદાન કર્યા બાદ...


મિઝોરમના કાનમુનમાં મત આપવા આવી છે આદિવાસી મહિલા


મિઝોરમના કાનમુનમાં પોતાનાં ઓળખપત્રો બતાવતા મતદારો


વયોવૃદ્ધ ડોશીમાએ પણ મતદાનની ફરજ બજાવ્યાનો આનંદ માણ્યો


મિઝોરમના યુવાનોએ પણ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]