નીતા અંબાણીએ ઈશાના લગ્નની કંકોત્રી માં અંબાના ચરણે ધરી

અંબાજીઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજે પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી આપવા યાત્રાધામ અંબાજી શક્તિપીઠ પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંતા હેલિપેડ ખાતે હેલિકોપ્ટરથી ઉતરી તેઓ વાહન માર્ગે અંબાજી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારમાં અત્યારે પોતાની લાડકી દીકરી ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા અનંત અંબાણી પણ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણે ઈશાના લગ્નની કંકોત્રી આપવા માટે પહોંચ્યા હતા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા અને મહાઆરતી કરી નીતા અંબાણીએ ઇશાના લગ્નની કંકોત્રી માતાજીના ચરણે ધરી હતી.

નીતા અંબાણીએ માં અંબાના દર્શન કર્યા હતા. તેઓ આજે ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી આપવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરાયું હતુ. મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા અને મહાઆરતી કરી સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]