ઐશ્વર્યાનું બંટ સમાજ દ્વારા સમ્માન…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનું બંટ સંઘ, પુણે (બંટ સમાજ) તરફથી 7 એપ્રિલ, શનિવારે પુણેમાં સમ્માન કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યાએ સમાજના ‘બંટેરા ભવન’નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે એને ‘વુમન ઓફ સબસ્ટન્સ’ (સમાજની મહિલા પૂંજી) એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. બંટ એ શેટ્ટી લોકોનો સમાજ છે. ઐશ્વર્યા બંટ સમાજની છે. આ સમાજે પોતાની વ્યક્તિઓએ વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ એમનું સમ્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]