તસવીરોમાં જોઈ શકાય છે કે એક ચિમ્પાન્ઝી વાંદરાને મોઢા માસ્ક પહેરાવીને સાઈકલ પર બેસાડવામાં આવ્યો છે. ચિમ્પાન્ઝી સાઈકલ ચલાવે છે અને ઝૂનો એક કર્મચારી દોરડા વડે સાઈકલનું બેલેન્સ સંભાળી રહ્યો છે. વાંદરો દ્વારા જંતુનાશક સેનિટાઈઝરનો છંટકાવ કરાવવામાં આવી રહ્યો છે. આ વાંદરાને માનવીઓ જેવા કપડાં પણ પહેરાવવામાં આવ્યા છે. ચિમ્પાન્ઝીની પીઠ પાછળ, સાઈકલ ઉપર જંતુનાશક દવા ભરેલી ટાંકી બેસાડવામાં આવી છે અને એમાંથી દવાનો છંટકાવ થતો રહે છે અને ચિમ્પાન્ઝી સાઈકલ પર આગળ વધે છે. દુનિયામાં પ્રાણીઓના અધિકારો માટે લડત ચલાવતી સંસ્થા PETAએ ઝૂનાં આ નિર્ણયની ટીકા કરી છે. સંસ્થાનાં પ્રવક્તા નિરાલી શાહે આને પ્રાણી પર અત્યાચાર અને દુઃખદ તરીકે ઓળખાવ્યું છે. ઝૂનાં માલિકે કહ્યું છે કે આ ચિમ્પાન્ઝી અમને પ્રાણીઘરમાં સાફ-સફાઈ કરવામાં મદદ કરે છે.
(તસવીર સૌજન્યઃ વાઈરલ પ્રેસ)