કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ સંભાળી લીધો ચાર્જ…

પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કોંગ્રેસનાં મહામંત્રી (ઉત્તર પ્રદેશ પૂર્વ)નો ચાર્જ 6 ફેબ્રુઆરી, બુધવારે નવી દિલ્હીમાં અકબર રોડ સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં એમની ઓફિસમાં પહોંચીને સંભાળી લીધો હતો. એમને આવકારવા માટે મુખ્યાલયની બહાર પક્ષનાં કાર્યકર્તાઓની મોટી ભીડ જમા થઈ હતી. બોલીવૂડ અભિનેત્રી અને કોંગ્રેસ કાર્યકર્તા નગ્મા મોરારજીએ કોંગ્રેસ મુખ્યાલયસ્થિત ઓફિસમાં પ્રિયંકાનું સ્વાગત કર્યું હતું. કાર્યાલય ખાતે પહોંચતાં પહેલાં પ્રિયંકા એમનાં પતિ રોબર્ટ વાડ્રાને પોતાની કારમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના કાર્યાલય ખાતે મૂકી ગયાં હતાં, જ્યાં મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં વાડ્રાની પૂછપરછ કરવામાં આવી હતી.