મુંબઈમાં ભારતના પ્રથમ પેરાડોક્સ મ્યુઝિયમને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પેરાડોક્સ મ્યુઝિયમ એ વૈશ્વિક બ્રાન્ડ છે જે નવીનતાની જગ્યામાં અલગ છે. અહીં આવનારા લોકોને કલા, વિજ્ઞાન અને ઓપ્ટિકલ ઈલ્યુઝનનો સમન્વય કરીને એક ઉત્તમ મનોરંજનનો અનુભવ થશે.
તે 2022 માં મિલ્ટોસ કમ્બોરાઇડ્સ અને સાકિસ તાનિમાનીડીસ સહિતના બુદ્ધિશાળી લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આજે, પેરાડોક્સ મ્યુઝિયમ ઝડપથી વિકસતું વૈશ્વિક સ્થળ બની ગયું છે.
આ મ્યુઝિયમ પહેલા ઓસ્લોમાં ખોલવામાં આવ્યું હતું, પછી તે લંડન, પેરિસ, મિયામી, સ્ટોકહોમ, બર્લિન, શાંઘાઈ, બાર્સેલોના અને અન્ય ઘણા શહેરોમાં પહોંચ્યું અને હવે તે ભારતના મુંબઈ શહેરમાં પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
(તસવીર: દીપક ધૂરી)