સેલિબ્રિટી લગ્નઃ વિકી-કેટરીના, તેજસ્વી-રાશેલ પતિ-પત્ની બન્યાં

ગુરુવાર, 9 ડિસેમ્બરે બે સેલિબ્રિટી લગ્ન સમારંભ યોજાઈ ગયાં. બોલીવુડ કલાકારો – વિકી કૌશલ અને કેટરીના કૈફનાં લગ્ન રાજસ્થાનના બરવાડાસ્થિત સિક્સ સેન્સીસ ફોર્ટમાં યોજાઈ ગયાં જ્યારે રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે નવી દિલ્હીમાં એમની ગર્લફ્રેન્ડ રાશેફ સાથે લગ્ન કર્યા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવે હરિયાણાનિવાસી એમની 6 વર્ષો જૂની ગર્લફ્રેન્ડ રાજેશ્વરી (લગ્ન પહેલાંનું નામ રાશેલ ગોડિન્હો) સાથે લગ્ન કર્યા. લગ્ન સમારોહમાં લાલુપ્રસાદ, એમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશસિંહ યાદવ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીને એક ભાઈ અને સાત બહેન છે.