‘બ્લેન્ક’નું ટ્રેલર લોન્ચ; ડિમ્પલનાં ભાણેજ કરણની ડેબ્યૂ ફિલ્મ…

આગામી નવી હિન્દી ફિલ્મ 'બ્લેન્ક'નું ટ્રેલર 4 એપ્રિલ, ગુરુવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના તમામ મુખ્ય કલાકારો હાજર હતા જેમ કે, સની દેઓલ, કરણ કાપડિયા, ઈશિતા દત્તા. આ ફિલ્મ સાથે કરણ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મ એક્શન થ્રિલર ફિલ્મ છે. જેની પૃષ્ઠભૂમિ આતંકવાદ પર આધારિત છે. કરણ એક આતંકવાદી - આત્મઘાતી બોમ્બ એટેકરની ભૂમિકા કરી રહ્યો છે. કરણ જાણીતાં અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો ભાણેજ છે. એ ડિમ્પલનાં બહેન સ્વ. સિમ્પલ કાપડિયાનો પુત્ર છે. કરણની હિરોઈન બની છે ઈશિતા દત્તા, જે તનુશ્રી દત્તાની બહેન છે. ઈશિતા અગાઉ દ્રશ્યમ અને ફિરંગી ફિલ્મોમાં ચમકી હતી. ફિલ્મ 3 મેએ રિલીઝ કરવામાં આવશે. સની દેઓલે કહ્યું કે ફિલ્મની વાર્તાને કારણે એને આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા થઈ હતી. (તસવીરોઃ દીપક ધુરી)


સની દેઓલ


ઈશિતા દત્તા


કરણ કાપડિયા
કરણવીર શર્મા, સની દેઓલ, કરણ કાપડિયા
કરણવીર શર્મા અને ઈશિતા દત્તા
(જુઓ ‘બ્લેન્ક’નું ટ્રેલર)

httpss://youtu.be/rCwMriYK0Yw

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]