શાહરૂખ ખાને પ્રશંસકોને ઈદ મુબારક કર્યું…

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 5 જૂન, બુધવારે મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના નિવાસસ્થાન 'મન્નત' બંગલાની ટેરેસ પર આવ્યો હતો અને નીચે રસ્તા પર એકત્ર થયેલા એના પ્રશંસકો તરફ હાથ હલાવીને સૌને ઈદ મુબારકનું અભિવાદન કર્યું હતું. શાહરૂખની સાથે એનો પુત્ર અબ્રામ ખાન અને અમેરિકન ટોક શો હોસ્ટ ડેવિડ લેટરમેન પણ હતા.