ફાર્મહાઉસ પર સલમાને યોજી બર્થડે પાર્ટી…

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેંબર, ગુુરુવારે 53 વર્ષનો થયો. એણે પોતાનો જન્મદિવસ આગલા દિવસ, બુધવારે રાતે મુંબઈ નજીકના પનવેલ શહેરમાં આવેલા તેના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. ત્યાં એણે ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં એના મિત્રો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું અને મિડિયાકર્મીઓની હાજરીમાં કેક પણ કાપી હતી. પાર્ટીમાં સુસ્મિતા સેન, કેટરીના કૈફ, અનિલ કપૂર, કૃતિ સેનન, સાજિદ-વાજિદ, અમીષા પટેલ, સૂરજ પંચોલી, ડિનો મોરીયા, જિમી શેરગીલ, મહેશ માંજરેકર, રજત શર્મા, સોહેલ ખાન, બાબા સિદ્દિકી, ઝહીર ઈકબાલ, વારિના હુસૈન, દિયા મિર્ઝા, સોનુ સૂદ, સુનીલ ગ્રોવર, મૌની રોય જેવા અનેક સિતારાઓએ હાજરી આપી હતી.