ફાર્મહાઉસમાં સલમાનની બર્થડે પાર્ટી…

બોલીવૂડ એક્ટર સલમાન ખાને તેના 52મા જન્મદિન નિમિત્તે મુંબઈ નજીકના પનવેલ શહેરની હદમાં આવેલા તેના ફાર્મહાઉસ ખાતે 27 ડિસેમ્બર, બુધવારે એનાં સ્વજનો તથા મિત્રો માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. એ પાર્ટીમાં એની સહ-અભિનેત્રી કેટરીના કૈફ, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.