‘પાર્ક્સ મ્યુઝિક ફિએસ્ટા’: મુંબઈનો નવો સંગીત મહોત્સવ

મુંબઈમાં ગીત-સંગીતના અનેક કાર્યક્રમો, મહેફિલો, મહોત્સવો યોજાય છે. એમાં ઉમેરો થયો છે ‘પાર્ક્સ મ્યુઝિક ફિએસ્ટા’નો. આ સંગીત મહોત્સવ બે-દિવસનો હશે. એમાં સલીમ-સુલેમાન, અમિત ત્રિવેદી, બેની દયાલ સહિત સંગીતક્ષેત્રના અનેક નામાંકિત કલાકારો ભાગ લેશે. આ સંગીત મહોત્સવ આવતી 19-20 નવેમ્બરે થાણે શહેર સ્થિત રેમન્ડ કેમ્પસના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. તે સ્થળ 100-એકરમાં પ્રસરાયેલું છે, તે વ્હીલચેર-સુલભ સ્થળ છે અને મહોત્સવમાં કોઈ પણ વયનાં બાળકોને પણ પ્રવેશ આપવામાં આવશે.

આ મહોત્સવને કાર્નિવલ થીમમાં પેશ કરવામાં આવશે. એમાં સહભાગી થનારાઓને સંગીત ઉપરાંત વિવિધ વાનગીઓના આસ્વાદ, ફેશનવસ્ત્રોની ખરીદીનો આનંદ પણ માણવા મળશે. આ કાર્યક્રમ બોલીવુડના ગાયકો, ગીતકારો, સંગીતકારો, સ્વતંત્ર બેન્ડ તથા નવા સંગીત પ્રતિભાશાળી કલાકારોને એમની ટેલેન્ટ બતાવવાનો અવસર પ્રદાન કરશે.

આ કાર્યક્રમના શુભારંભની જાહેરાત ઉદ્યોગપતિ અને રેમન્ડ કંપનીના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયા દ્વારા 7 નવેમ્બરે મીડિયાકર્મીઓ સમક્ષ કરવામાં આવી હતી. સિંઘાનિયાએ કહ્યું કે સંગીત એક પ્રકારની એવી વૈશ્વિક ભાષા છે જે લોકોને એકત્રિત કરે છે. ભારતમાં અનોખા સંગીત મહોત્સવનું નિર્માણ કરવાનો અમારો ધ્યેય છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ લાઈવ મ્યુઝિક કાર્યક્રમો ફરી ધમધમતા થયા છે. (તસવીરઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]