નોરાની બર્થડે પાર્ટીમાં વરુણ ધવન…

મોરોક્કન-કેનેડિયન ડાન્સર, બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ નોરા ફતેહીએ એનાં 27મા જન્મદિવસ નિમિત્તે 6 ફેબ્રુઆરીએ મુંબઈમાં એનાં મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં અભિનેતા વરુણ ધવન, પૂજા હેગડે, એલી એવરામ, સુનીલ ગ્રોવર, નિર્માતા ભૂષણકુમાર સહિત કેટલાંક જણે હાજરી આપી હતી. બોલીવૂડમાં નોરાની પહેલી ફિલ્મ હતી 'રોરઃ ટાઈગર્સ ઓફ સુંદરબન્સ'. એણે 'બાહુબલી', 'કિક 2' જેવી ફિલ્મોમાં આઈટમ ડાન્સ કર્યો હતો. એણે ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 9'માં ભાગ લીધો હતો. હિન્દી ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર...' ગીતની રીક્રિએટ આવૃત્તિમાં એણે આઈટમ ડાન્સ કર્યો હતો.