કપિલ શર્મા મળ્યો મનમોહન સિંહને…

સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા 5 ફેબ્રુઆરી, મંગળવારે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને એમના નિવાસસ્થાને જઈને મળ્યો હતો. એ વખતે મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર પણ ઉપસ્થિત હતાં. કપિલે બાદમાં એ મુલાકાતની બે તસવીર પોતાના સોશિયલ મિડિયા પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યો હતો. એ વખતે વડા પ્રધાન મોદી નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાનાં ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા. કપિલે 9 મહિના સુધી ટીવી પર બ્રેક લીધા બાદ એના ધ કપિલ શર્મા શોની નવી સીઝન સાથે ટીવી પડદા પર પુનરાગમન કર્યું છે. કપિલ ગયા વર્ષે દારૂની ખરાબ લતે ચડી ગયો હતો અને બાદમાં વિદેશમાં એક કેન્દ્રમાં જઈને એણે તે લતમાંથી છુટકારો મેળવ્યો હતો. કપિલે ગયા ડિસેંબરમાં એની ગર્લફ્રેન્ડ જિની ચતરાથ સાથે લગ્ન કર્યા હતા.