મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક સમર રિસોર્ટ 2019માં 31 જાન્યુઆરી, ગુરુવારે ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરેનાં કલેક્શનમાં સજ્જ થયેલી મોડેલ્સે રેમ્પ પર વોક કર્યું હતું. જ્યારે અન્ય ફેશન ડિઝાઈનર રોહિત બલનાં નવા કલેક્શન 'ગુલદસ્તા'ને પુરુુષ તથા મહિલા મોડેલ્સે પ્રસ્તુત કર્યું હતું. રોહિત બલે પોતાનું કલેક્શન ડેવલપ કરવા માટે ઉષા સિલાઈ કંપનીની ટીમ દ્વારા તાલીમબદ્ધ કશ્મીરી મહિલા વણકરો સાથે સહયોગ કર્યો હતો. ઉપરની તસવીરમાં મોડેલ્સ અનિતા ડોંગરેનાં વસ્ત્રોનું પ્રદર્શન કરી રહી છે.