ઓડિયો સીરિઝ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’ની હિન્દી આવૃત્તિનાં પાત્રો માટે સૈફ, કરીના સ્વર આપશે

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને એની અભિનેત્રી પત્ની કરીના કપૂર-ખાન સાથે એક પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ છે, ઓડિયો સીરિઝ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’નું હિન્દી રૂપાંતર.

આની જાહેરાત કરવા માટે 10 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત યશરાજ સ્ટુડિયોઝ ખાતે આયોજિત રેડ કાર્પેટ અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે સૈફ અલી ખાન, કરીના કપૂર-ખાન, વ્રજેશ હિરજી, જયદીપ અહલાવત, શરદ કેળકર, મસાબા ગુપ્તા, મિથિલા પાલકર, પ્રાજક્તા કોલી, યશસ્વિની દયામા, અનંગ્શા બિશ્વાસ જેવા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

આગામી હિન્દી ઓડિબલ ઓરિજિનલ પોડકાસ્ટ શ્રેણી માટે સૈફ અલી ખાને સ્ટાર-લોર્ડ સુપરહિરો પીટર ક્વિલના પાત્ર માટે પોતાનો સ્વર આપ્યો છે. તો કરીનાએ બ્લેક વિડો (હેલન બ્લેક)નાં પાત્ર માટે પોતાનો સ્વર આપ્યો છે. રોકેટ રૂપમાં અન્ય બોલીવુડ અભિનેતા વ્રજેશ હિરજી સ્વર આપશે. અભિનેતા શરદ કેળકરે વૂલ્વરીન પાત્ર માટે સ્વર આપ્યો છે. જ્યારે મસાબા ગુપ્તાએ લિસા કાર્ટરાઈટ પાત્ર માટે સ્વર આપ્યો છે.

આ હિન્દી શ્રેણી છ મોસમવાળી હશે. પહેલી મોસમ રૂપે ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સઃ ‘માર્વેલ્સ વેસ્ટલેન્ડર્સ’ને આ વર્ષની 28 જૂને ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓડિબલ પર રિલીઝ કરવામાં આવશે.

હિન્દી ઓડિબલ ઓરિજિનલ પોડકાસ્ટ સીરિઝ ઓડિબલ ઓડિયો મનોરંજન સામગ્રીનું નિર્માણ કરતી અગ્રગણ્ય કંપની છે.

(તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]