જ્હાન્વી, ઈશાનને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ…

જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરને 20 એપ્રિલ, શનિવારે મુંબઈમાં આયોજિત 'દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ્સ-2019' કાર્યક્રમમાં અનુક્રમે 'બેસ્ટ ડેબ્યૂ ફીમેલ' અને 'બેસ્ટ ડેબ્યૂ મેલ' એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. આ બંને કલાકારે 'ધડક' ફિલ્મ સાથે એમની બોલીવૂડ કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ બંને કલાકારે એમની એવોર્ડટ્રોફી સાથે ફોટોગ્રાફરોને પોઝ આપ્યાં હતાં. સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જ્હાન્વી ગુલાબી સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. તે એક બાયોપિક ફિલ્મ અને 'તખ્ત' ફિલ્મમાં જોવા મળશે.