બોલીવૂડ સિતારાઓએ હાંસલ કર્યો મતાધિકાર…

મુંબઈમાં 29 એપ્રિલ, સોમવારે લોકસભાની ચૂંટણીના ચોથા રાઉન્ડ અંતર્ગત મતદાન થયું. અનેક વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની સાથે મતદાન કરવાની ફરજ બોલીવૂડની હસ્તીઓ તથા બીજી અનેક જાણીતી હસ્તીઓએ પણ અદા કરી હતી. સચીન તેંડુલકર, માધુરી દીક્ષિત-નેને, રેખા, ઉર્મિલા માતોંડકર, અમિતાભ બચ્ચન, કંગના રણૌત વગેરે જેવી સેલિબ્રિટી વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારના પોલિંગ બૂથ ખાતે જઈને સામાન્ય મતદારોની સાથે જ લાઈનમાં ઊભા રહી ગયા હતા અને વોટ આપવાનું કર્તવ્ય નિભાવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]