મુંબઈના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાયા હાસ્યકલાકાર જગદીપ…

8 જુલાઈની રાતે મુંબઈમાં અવસાન પામેલા હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જગદીપ ઉર્ફે સૈયદ ઈશ્તિયાક એહમદ જાફરીની 9 જુલાઈ, ગુરુવારે મઝગાંવ વિસ્તારના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. તેઓ 81 વર્ષના હતા. એમણે તેમની કારકિર્દીમાં 400થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જગદીપની અંતિમ વિધિ વખતે એમના બે પુત્રો – જાવેદ અને નાવેદ, જાવેદનો પુત્ર મીઝાન તથા અન્ય નિકટના પરિવારજનો ઉપસ્થિત હતા.

જગદીપને પોતાના ગુરુ માનનાર અને એમની સાથે જ પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અન્ય જાણીતા કોમેડિયન જોની લીવર પણ શ્રદ્ધાંજલિ રૂપે દફનવિધિ વખતે હાજર રહ્યા હતા.