‘સારેગમપ લિટલ ચેંપ્સ’નો સ્પેશિયલ રક્ષાબંધન એપિસોડ…

ઝી ક્લાસિક ટીવી ચેનલ પર પ્રસારિત કરાતા લોકપ્રિય સિંગીંગ કોમ્પીટિશન રિયાલિટી શો ‘સારેગમપ લિટલ ચેંપ્સ’માં સ્પેશિયલ રક્ષાબંધન એપિસોડનું શૂટિંગ શરૂ થયું છે. કક્કડ ગાયક ભાઈ-બહેનો – નેહા કક્કડ, ટોની કક્કડ અને સોનુ કક્કડ ખાસ મહેમાનો તરીકે સેટ પર ઉપસ્થિત થયા હતા. ત્રણેય જણે એમનાં સ્વરમાં ગીતો ગાઈને શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. શોના સંચાલક મનીષ પૌલે એમને સ્ટેજ પર આવકાર્યા હતા. શોનાં 3 જજ છે – હિમેશ રેશમિયા, જાવેદ અલી અને અલકા યાજ્ઞિક. ‘સારેગમપ’ ટીવી સિરીઝની સબ-સિરીઝ ‘સારેગમપ લિટલ ચેંપ્સ’ની આ આઠમી મોસમ છે.