72મા જન્મદિને હેમામાલિની પર શુભેચ્છા-વર્ષા…

બોલીવૂડનાં પીઢ અભિનેત્રી અને ડ્રીમગર્લ તરીકે લોકપ્રિય થયેલાં હેમામાલિનીને 16 ઓક્ટોબર, શુક્રવારે એમનાં 72મા જન્મદિન નિમિત્તે બંને દીકરી – એશા અને આહના, બોલીવૂડની હસ્તીઓ તરફથી તથા સોશિયલ મિડિયા પર પ્રશંસકો તરફથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસ્યો છે. અભિનયક્ષેત્રે 50-વર્ષની કારકિર્દીમાં હેમાએ ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’, ‘ડ્રીમગર્લ’, ‘ત્રિશુલ’, ‘રઝિયા સુલતાન’, ‘સત્તે પે સત્તા’, ‘બાગબાન’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. એમણે ફિલ્મી કારકિર્દીનો આરંભ 1968માં ‘સપનોં કે સૌદાગર’ ફિલ્મથી કર્યો હતો. હેમામાલિની ઉત્તર પ્રદેશના મથુરામાં ભાજપનાં સંસદસભ્ય પણ છે.