રેડ સિલ્ક જેકેટ, પેન્ટઃ હિના ખાનનો નવરાત્રી ફેસ્ટિવ લૂક…

હાલ નવરાત્રી તહેવાર ચાલે છે ત્યારે અભિનેત્રી હિના ખાને રૂ. 22,000ની કિંમતના ચેરી રેડ સિલ્ક જેકેટ અને રેડ પેન્ટમાં સજ્જ થઈને ફેસ્ટિવલ લૂક માટે કેટલાક પોઝ આપ્યાં છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર એણે શેર કરતાં પ્રશંસકોએ તરફથી અઢળક લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે.

લાલ રંગના આઉટફિટમાં આ તસવીરો પોસ્ટ કરીને એણે લખ્યું છે કે, ‘હંમેશાં દેશી ગર્લ…’ જોકે આ લૂક એણે સલમાન ખાન સંચાલિત ‘બિગ બોસ 14’ રિયાલિટી શો માટે અપનાવ્યો છે, જેમાં એ તુફાની સિનિયર બની છે. હિનાએ બિગ બોસ 11માં પણ ભાગ લીધો હતો અને એમાં તે રનર-અપ બની હતી.

હિના ખાન તાજેતરમાં ‘ટાઈમ્સ ટોપ-20 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓન ટીવી’ની યાદીમાં ટોપ પર હતી.

હિના ખાન ટીવી સિરિયલ ‘નાગિન-5’માં જોવા મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]