મૌની રોયે મુંબઈમાં શરૂ કરી રેસ્ટોરન્ટ

ટીવી શો ‘નાગિન’થી જાણીતી થયેલી અને બોલીવુડની ફિલ્મોમાં પણ ચમકેલી અભિનેત્રી મૌની રોય-નામ્બિયારે મુંબઈના લોઅર પરેલ ઉપનગરમાં ‘બદમાશ’ નામે પોતાની નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. એના ઉદઘાટન પ્રસંગે એણે 14 ડિસેમ્બર, ગુરુવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મ ઉદ્યોગમાં એની મિત્ર અભિનેત્રીઓ તથા અન્ય સેલિબ્રિટીએ હાજરી આપી હતી. મૌની પાર્ટીમાં મેટાલિક ગોલ્ડ ડ્રેસ પહેરીને આવી હતી અને ખૂબ સુંદર અને સેક્સી દેખાતી હતી. મૌની રોય બેંગલુરુસ્થિત ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયારને પરણી છે.

સુપર-ગ્લેમરસ દિશા પટની… સેક્સી લેપર્ડ-પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને હોટ ડેનિમ શોર્ટ્સમાં…

નિર્માત્રી એકતા કપૂર