માધુરી, પતિ શ્રીરામ નેનેની હાજરીમાં મરાઠી ફિલ્મ ‘પંચક’નું ટ્રેલર રિલીઝ કરાયું

આગામી હાસ્યપ્રધાન મરાઠી ફિલ્મ ‘પંચક’નું ટ્રેલર 12 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને અને એનાં પતિ ડો. શ્રીરામ નેનેની ઉપસ્થિતિમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘પંચક’ ફિલ્મ 5 જાન્યુઆરીથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. માધુરી અને શ્રીરામ નેનેએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં આદિનાથ કોઠારે, દિલીપ પ્રભાવળકર, ભારતી આચરેકર, તેજશ્રી પ્રધાન, વિદ્યાધર જોશી, ગણેશ મયેકર જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ટ્રેલરમાં અભિનેતા વિદ્યાધર જોશી પંચકનો અર્થ સમજાવે છે. તે કહે છે, હિન્દૂ ધર્મમાં એવી માન્યતા છે કે કોઈ પરિવારમાં ‘પંચક’ સમયકાળમાં જો કોઈનું મૃત્યુ થાય તો એક વર્ષમાં તે પરિવારમાં કે નિકટના સગાંઓમાં પાંચ જણના મરણ થાય છે. આ સાંભળીને પરિવારના બધા લોકો ગભરાઈ જાય છે.

માધુરી દીક્ષિત તેનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે