ઐશ્વર્યા રાયના ફોટોઝ વાયરલઃ દેખાયો ગોર્જિયસ લૂક…

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ભલે અત્યારે ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયામાં તે ખૂબ ચર્ચામાં રહે છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો ફોટો હોય અથવા વીડિયો, તે બધાનું ધ્યાન ખેંચવા માટે પૂરતો હોય છે. તે જ પ્રકારે તાજેતરમાં તેના કેટલાક ફોટોઝે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ ફોટોઝમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક અને તેનો અંદાજ બંન્ને ખૂબ ડીસન્ટ લાગી રહ્યા છે. આ ફોટોઝને ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યા હતા, આ ફોટોગ્રાફ્સને જોઈને લોકોએ તેના ખૂબ વખાણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, 1 લી નવેમ્બરે જ આ અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલા આ ફોટોગ્રાફ્સમાં ઐશ્વર્યા રાય બચ્ચને વ્હાઈટ ડ્રેસ પહેરેલો છે, તો સિંપલ મેકઅપ સાથે તેનો લુક ખૂબ જ ક્લાસી લાગી રહ્યો છે. તાજેતરમાં શેર થયેલા આ ફોટોઝ પર 4 લાખથી વધારે લાઈક્સ અને કોંમેન્ટ્સ ફોટો શેર કર્યાના થોડા સમયમાં જ આવી ગયા હતા. કોઈએ ફોટો પર WoW કહીને તો કોઈ મોસ્ટ બ્યૂટીફૂલ કહીને પોતાનું રિએક્શન આપ્યું છે.

ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલના હિન્દી વર્ઝન માટે હોલીવુડ એક્ટ્રેસ એન્જલીના જોલીની જગ્યાએ દેખાશે. આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ એન્જલીના જોલીનો લૂક પણ પનાવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ સીવાય એક્ટ્રેસે થોડા દિવસ પહેલા પેરિસ ફેશન વિકમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. આ સીવાય તે મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ દેખાઈ શકે છે. સાથે જ અનુરાગ ક્શ્યપની ગુલાબ જામુન ફિલ્મમાં પણ દેખાઈ શકે છે.