‘પતિ પત્ની ઔર વોહ’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે ભૂમિ, અનન્યાનો સેક્સી લુક…

પ્રણય ત્રિકોણ પર આધારિત આગામી હિન્દી કોમેડી ફિલ્મ 'પતિ પત્ની ઔર વોહ'નું ટ્રેલર 4 નવેંબર, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મનાં મુખ્ય કલાકારો - કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે ઉપસ્થિત રહ્યાં હતાં. ભૂમિ અને અનન્યા બંને જણ ગ્લેમરસ અને સેક્સી ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી. ભૂમિ સફેદ રંગની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં તો અનન્યા શોર્ટ પિન્ક ફ્રોકમાં હતી. કાર્તિક બ્લુ જીન્સ અને ઓરેન્જ કલરના શર્ટમાં હતો. 'પતિ પત્ની ઔર વોહ' ટ્રેલર ઘણું મજાકથી ભરેલું છે. ચિંટુ ત્યાગી તરીકે પતિનો રોલ કરતો કાર્તિક એની પત્ની વૈદેહી (ભૂમિ) અને ઓફિસની સહ-કર્મચારી તપસ્યા (અનન્યા) સાથે વારાફરતી રોમાન્સ કરતો બતાવાયો છે. આ ફિલ્મ આવતી 6 ડિસેંબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ 1978માં આવેલી સંજીવ કુમાર, વિદ્યા સિન્હા, રંજીતા કૌર અભિનીત આ જ ટાઈટલવાળી ફિલ્મની રીમેક છે.