‘સોસાયટી અચિવર્સ એવોર્ડ્સ-2022’ની 20મી આવૃત્તિનું આયોજન

‘સોસાયટી અચિવર્સ એવોર્ડ્સ’ની 20મી આવૃત્તિનું મુંબઈમાં 20 નવેમ્બર, રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક તાજ સાંતાક્રુઝ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડવિજેતાઓને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. બહુમાન પ્રાપ્ત કરનારાઓમાં અનુપમ ખેર, કુમાર મંગલમ બિરલા, ગૌતમ સિંઘાનિયા, નીરજા બિરલા, હેમામાલિની, કાર્તિક આર્યન, રોહિત શેટ્ટી, ફરાહ ખાન, મધુર ભંડારકર, સોનૂ સૂદ, રેમો ડીસોઝા, દિલીપ વેંગસરકર, મનીષ મલ્હોત્રા, ભૂષણ કુમાર, તલત અઝીઝ, તમન્ના ભાટિયા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉદ્યોગક્ષેત્ર, સિનેમાજગતની નામાંકિત હસ્તીઓએ પણ હાજરી આપી હતી. (તસવીરો અને વીડિયોઃ માનસ સોમપુરા)

અમૃતા દેવેન્દ્ર ફડણવીસ

સિદ્ધાર્થ મલ્હોત્રા

હેમા માલિની

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા, હેમા માલિની

સોનૂ સૂદ

ફરાહ ખાન

સોનૂ સૂદ અને ફરાહ ખાન

રોહિત શેટ્ટી