વડાપ્રધાને દિલ્હીના ગુરુદ્વારામાં જઈ માથું ટેકવ્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ડિસેમ્બર, રવિવારે શીખ સંપ્રદાયના શ્રી ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે સવારે નવી દિલ્હીમાં રકાબગંજ સાહિબ ગુરુદ્વારા ખાતે જઈને માથું નમાવ્યું હતું. આ જ સ્થળે ગુરુ તેગ બહાદુરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે મુલાકાતની તસવીરો મોદીએ એમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.