નાતાલની ઉજવણીઃ સુશોભિત ક્રિસમસ ટ્રી…

ખ્રિસ્તી સમાજનો નાતાલ (ક્રિસમસ) તહેવાર દર વર્ષની જેમ 25 ડિસેમ્બરે છે, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષે તહેવારની ઉજવણીના ઉત્સાહ પર જરૂર માઠી અસર પડી છે. તે છતાં મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરના ઓર્લેમ વિસ્તારના ખ્રિસ્તી લોકોમાં તહેવાર પૂર્વે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો પૂજા-આરાધના કરી શકે એ માટે વિસ્તારના અવર લેડી ઓફ લોર્ડેસ ચર્ચ નજીક રોશની અને ડેકોરેશન સાથે સુંદર ‘ક્રિસમસ ટ્રી’ બનાવવામાં આવ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)