નવી મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ…

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ 4 ડિસેંબર, બુધવારે નવી મુંબઈના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે ઉજવવામાં આવ્યો છે. ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયેલા આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 60 હજારથી વધારે ભક્તો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વભરમાંથી 750 જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના અનુભવો જણાવ્યા હતા.


કાર્યક્રમના અંતે બોચાસણનિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું હતું કે 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું' તે પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો.