મોદીએ ગંગામાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, ગંગામૈયાને કળશ અર્પણ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર, સોમવારે ઉત્તર પ્રદેશમાં એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર ધામનું લોકાર્પણ કર્યું એ પહેલાં બંને હાથમાં કળશ પકડીને ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ગંગામૈયાની પૂજા કરી હતી. એ પહેલાં મોદીએ વારાણસીમાં જ આવેલા કાલભૈરવ મંદિરમાં જઈને પૂજા પણ કરી હતી. ત્યાં એમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]