વેંગસરકરે દક્ષિણ આફ્રિકા માટે ગાયકવાડની વકીલાત કરી

મુંબઈઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પસંદગીકારોને એક મહત્ત્વની સલાહ આપી છે. IPLમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં સતત ત્રણ સદી ફટકારી હતી, જેથી તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી ટીમ ઇન્ડિયાની વનડે ટીમમાં સ્થાન મેળવવાની તક છે. જોકે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા માટે તેની પસંદગી થશે કે નહીં એ વિશે સંદેહ છે. જોકે ભૂતપૂર્વ પસંદકાર દિલીપ વેંગસરકર ટીમમાં સામેલ કરવા માટે તેની વકીલાત કરી છે.

તેમણે પસંદગીકારોને ગાયકવાડને પસંદ કરવા માટે વકીલાત કરતાં કહ્યું છે કે હંમેશાં એક ક્રિકેટરને પસંદ કરવા માટે તેનું ફોર્મ હોવું ખૂબ જરૂરી છે. હવે ગાયકવાડે ખુદને સાબિત કરવા માટે વધુ કેટલા રન બનાવવા પડશે?  ગાયકવાડને પસંદ કરવાનો આ યોગ્ય સમય છે, એટલે પસંદગીકારોએ તેને પસંદ કરવો જોઈએ અને તેને તક આપવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

CSKના આ સ્ટાર બેટસમેને IPL-2021માં 45.35ની સરેરાશથી અને 136.26ના સ્ટ્રાઇક રેટથી કુલ 635 રન બનાવનાર મુખ્ય બેટ્સમેન હતો. તેને શ્રીલંકા શૃંખલામાં અને ન્યુ ઝીલેન્ડની સામેની ત્રણ T20 મેચોમાં ટીમમાં સામેલ હતો. CSKએ ગાયકવાડને રૂ. છ કરોડમાં જાળવી રાખ્યો હતો.

વિજય હઝારે ટ્રોફીમાં ગાયકવાડ કેપ્ટન તરીકે ત્રણ ઇનિંગ્સમાં 207ની સરેરાશે તે 414 રનો બનાવ્યા છે.  ગાયકવાડે મધ્ય પ્રદેશની સામે 136, છત્તીસગઢની સામે 154 રન નોટઆઉટ અને કેરળની સામે 129 બોલમાં 124 રન બનાવ્યા હતા.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]