હરભજનસિંહે છાતી પર ટેટૂ-બનાવીને રજનીકાંતને જન્મદિવસની-શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના કરોડો ચાહકોમાં ભારતના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. તેણે આજે રજનીકાંતને એમના 71મા જન્મદિવસે અનોખી રીતે શુભેચ્છા આપીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા.

હરભજનસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં એ તેની છાતીના ડાબા ભાગ પર રજનીકાંતનું ટેટૂ બતાવી રહ્યો છે. (કદાચ આ ટેટૂ કામચલાઉ પ્રકારનું હશે). આ તસવીર પોસ્ટ કરીને હરભજને તામિલ ભાષામાં લખ્યું છે: ‘તમે મારા દિલના સુપરસ્ટાર છો. તમે 80ના દાયકાના બિલ્લા હતા. તમે નેવુંના દાયકાના બાશા હતા. તમે 2kના અન્નાથે હતા. સિનેમાના એકમાત્ર સુપરસ્ટારને મારી જન્મદિવસની શુભેચ્છા.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]