149 વર્ષો બાદ ફરી દેખાયું અદ્દભુત ચંદ્રગ્રહણ…

મંગળવાર (16 જુલાઈ)ની મધરાત વીતી ગયા બાદ શરૂ થયેલું અને આજે બુધવાર, 17 જુલાઈની વહેલી સવાર સુધી ચાલેલું ચંદ્રગ્રહણ ભારતમાં પુણે, દિલ્હી સહિત અનેક સ્થળે જોવા મળ્યું હતું. ઘણા લોકોએ આ ગ્રહણ જોવાનો લ્હાવો મેળવ્યો હતો. ખંડગ્રાસ કે આંશિક ચંદ્રગ્રહણ ગત રાતે 1.31 વાગ્યે શરૂ થયું હતું અને સવારે 4.29 વાગ્યે પૂરું થયું હતું. ગ્રહણનો સમય 2.59 મિનિટનો રહ્યો હતો. 2019ના વર્ષનું આ બીજું અને આખરી ચંદ્રગ્રહણ હતું. આ ચંદ્રગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે થયું અને આ સંયોગ 149 વર્ષ બાદ ફરી આવ્યો હતો, તેથી આ ગ્રહણ વિશેષ હતું. ચંદ્રગ્રહણ લાગ્યાના અમુક કલાકો પૂર્વે જ ભારતમાં અનેક મંદિરોનાં દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને ગ્રહણ પૂરું થયા બાદ વહેલી સવારે ખોલવામાં આવ્યા હતા. વારાણસીમાં અનેક શ્રદ્ધાળુઓએ ગ્રહણ પૂરું થયા બાદ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી.

વારાણસીમાં વહેલી સવારે ચંદ્રગ્રહણ છૂટ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી


વારાણસીમાં વહેલી સવારે ચંદ્રગ્રહણ છૂટ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી