પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની પરંપરા અનુસાર શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે. પહેલા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સ)તરીકે નૃપેશ પુરબીયા અને બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સેસ) તરીકે ઈશાની પટેલ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં રનર્સ અપ તરીકે પ્રકાશસિંહ પરમાર અને કથા સુથાર વિજેતા થયા હતા. બ્રિજ બારોટ અને હેમાંગી પટેલ બેસ્ટ પેર રહ્યા હતા. આ કેટેગરીમાં અરુણસિંહ ઝાલા અને દિશા જોશી રનર્સ-અપ રહ્યા હતા.
35 વર્ષથી મોટી વય જૂથના વર્ગમાં બેસ્ટ કિંગ તરીકે કુણાલ શાહ અને બેસ્ટ ક્વીન તરીકે ડૉ. અર્ચના માને વિજેતા થયા હતા. નવદીપ બારોટ અને બેલા શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સ તરીકે સોનુ સુરતી અને પ્રિન્સેસ તરીકે જાનવી રાવલ વિજેતા થયા હતા. સાહિલ રબારી અને પ્રિયંકા પરમાર રનર્સ અપ રહ્યા હતા.બેસ્ટ ટીનેજર કેટેગરીમાં આયુષ બારોટ અને આસ્થા શાહ વિજેતા થયા હતા. જ્યારે પ્રણિત જૈન અને નિરાલી વ્યાસ રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ કીડ કેટેગરીમાં પ્રિયાંશ રજવાણીયા અને તપસ્યા પંડ્યા વિજેતા થયા હતા. જ્યારે વેદ પટેલ અને માન્યતા ભાવસાર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં સમય શાહ અને ઝેન્સી પટેલ વિજેતા થયા હતા. જ્યારે આરવ પટેલ અને નિવી ડણક રનર્સ અપ રહ્યા હતા.