અમદાવાદઃ જી.એમ.ડી.સી. પાસેના મેદાનમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને સંસ્થાઓએ સાથે મળીને અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટીના જી.એમ.ડી.સી. પાસેના મેદાનમાં નવરાત્રિ મહોત્સવ-2022નું આયોજન કર્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમના સાથી મંત્રીઓ 26 સપ્ટેમ્બર, સોમવારે નવરાત્રી તહેવારના પ્રથમ દિવસે ‘નવરાત્રિ 2022’નું ઉદઘાટન કરે એ પૂર્વે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નવરાત્રીના થીમ સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા નડાબેટ થીમ સહિત જુદા જુદા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં મુલતવી રહેલા મોટા મહોત્સવ આ વર્ષે ભવ્યતાથી ઉજવવાનો સરકાર અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)