મુંબઈમાં ગણેશોત્સવનો અલગ જ છે ઉલ્લાસ અને ઉમંગ…

મુંબઈ શહેરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો ઘટી જતાં એને રોકવા માટેના નિયંત્રણો હટાવી લેવાતાં આ વર્ષે અસંખ્ય સાર્વજનિક મંડળો દ્વારા ગણેશોત્સવની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આવો, વિવિધ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા સ્થાપિત ગણપતિ ભગવાનની દિવ્ય મૂર્તિઓનાં દર્શન કરીએ. પહેલી તસવીર છે મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારના સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિની. અન્ય તસવીરો લાલબાગ તથા પડોશના વિસ્તારોના અન્ય ગણેશોત્સવ મંડળોના ગણપતિની છે. (તસવીરોઃ માનસ સોમપુરા)