ભારતીય કોસ્ટગાર્ડના રિજીયોનલ કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ અનિલકુમાર હરબોલા પણ પરિવારજનો સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા. તેમની સાથે ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ ડેપ્યુટી) ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ આર. એચ નાંદોદકર અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પંકજ અગ્રવાલ તથા સ્ટાફ ઓફિસર કમાન્ડન્ટ રુચિ પ્રિયા પણ ગરબામાં પધાર્યા હતા. એકએકથી ચઢિયાતા ખેલૈયાઓનું અદભુત નર્તન જોઈને કોસ્ટગાર્ડના અધિકારીઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
ત્રીજા નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર કી-બોર્ડ પ્લેયર અમિત ઠક્કર, વર્સિટાઈલ સિંગર દીપ્તિ દેસાઈ અને સોનિક સુથારે ખેલૈયાઓને ગરબે રમાડ્યા હતા. તેમની સાથે દ્યુતિ બૂચ, ભૂમિકા ભટૃ, ઝલક દવે અને ગુંજન બ્રહ્મભટ્ટે રમઝટ બોલાવી હતી.ગાંધીનગરના પ્રારંભ કલાવૃંદના ભાઈઓનો મેર રાસ ગાંધીનગર જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. પ્રારંભ કલાવૃંદના કલાકારોએ ગઈકાલે રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધા પછી પ્રારંભના કલાકારો ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે પધાર્યા હતા અને તેમણે રાજ્ય કક્ષાએ રજૂ કરેલો મણીયારો મેર રાસ જીસીએફ ગ્રાઉન્ડમાં રજૂ કર્યો હતો. ઉપસ્થિત સૌ ખેલૈયાઓએ હર્ષોલ્લાસ થી પ્રારંભના કલાકારોને વધાવ્યા હતાગાંધીનગર કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે બેસ્ટ પરફોર્મન્સ (પ્રિન્સ) તરીકે ધ્રુવ શાહ અને પ્રિન્સેસ તરીકે શ્રેયા દક્ષિણી વિજેતા થયા હતા. જ્યારે સૂરજસિંહ ડાભી અને જ્હાન્વી પરમાર રનર્સ અપ રહ્યા હતા. કેનિલ પરમાર અને ગાયત્રી ઠક્કરની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે જીનલ દખણી અને સુશીલ જાદવની જોડી રનર્સ અપ રહી હતી.
35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓની બેસ્ટ કિંગ કેટેગરીમાં પંકજ પટેલ વિજેતા થયા હતા. જ્યારે ક્વીન તરીકે સોનલ ઠક્કર વિજયી થયા હતા. આ કેટેગરીમાં યોગેશ શાહ અને અંતરકુંવરબા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે હર્ષદીપ પરમાર અને પ્રિન્સેસ તરીકે ઝીલ ભટ્ટ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં બિરેન પંચાલ અને વૈદેહી મસાણી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર પ્રિન્સ તરીકે માનુષ પટેલ અને પ્રિન્સેસ તરીકે અન્વી માને વિજયી થયા હતા. આ કેટેગરીમાં ક્રિષિવ બારોટ અને માની પુરોહિત રનર્સ અપ રહ્યા હતા.બેસ્ટ કિડ કેટેગરીમાં જશ નાયી અને તમન્ના વર્મા વિજેતા થયા હતા. જ્યારે તારક સોલંકી અને જીયા દાવડા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં અથર્વ ચૌધરી અને માહીરા પંડ્યા વિજેતા થયા હતા જ્યારે શિવમ રાજ અને આરના ઓઝા રનર અપ રહ્યા હતા.
નિર્ણાયકો તરીકે નરેશ શાહ, લિનીમા શાહ, વીણાબેન વોરા, ભક્તિ ઓઝા અને ખુશ્બુ શુક્લએ અમૂલ્ય સેવાઓ આપી હતી.