ગંગોત્રી-યમુનોત્રી ધામના દ્વાર ખુલ્લા મૂકાયા…

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી વિસ્તાર સ્થિત પવિત્ર ચાર-ધામ યાત્રાસ્થળોના બે યાત્રાધામો – ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોના દ્વાર 26 એપ્રિલ, રવિવારના રોજ અખા ત્રીજ (અક્ષય તૃતિયા)ના શુભ દિવસે બપોરે 12.35 વાગ્યે હિન્દુ મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસ રોગચાળાને કારણે લોકડાઉન ઘોષિત હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો અંતર્ગત માત્ર 21 જણ જ હાજર રહ્યા હતા. એમાં મુખ્ય પુરોહિત, મંદિર સમિતિના હોદ્દેદારો તથા અમુક આગેવાન લોકોનો સમાવેશ થાય છે. હવે આવનારા દિવસોમાં અન્ય બે યાત્રાધામ – બદ્રીનાથ અને કેદારનાથ ધામના દ્વાર પણ ખુલ્લા મૂકવામાં આવશે.

રવિવારે સવારે યમુનામૈયાની ડોલી ખરસાલીથી યમુનોત્રી ધામ રવાના કરવામાં આવી હતી.

મુખબા ગામમાંથી ગંગામૈયાની મૂર્તિને ડોલી યાત્રા મારફત ગંગોત્રી ધામ લાવવામાં આવી હતી.