મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ BAPS મંદિરની મુલાકાતે…

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અનિલ દેશમુખ અને એમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે 7 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં દાદર (પૂર્વ)સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) મંદિરની મુલાકાત લીધી હતી અને કોરોના વાઈરસનો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા લોકડાઉન દરમિયાન BAPS સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા સ્વચ્છતાના નિયમોનું પાલન કેવુંક થાય છે એનું નિરીક્ષણ કર્યું હતું.