જૂનાગઢના ભવનાથમાં ભંડારા મહોત્સવ

જૂનાગઢ ગીરનાર તળેટી ભવનાથના શ્રી પંચ દશનામ જૂના અખાડાના થાનાપતી બચુગીરી બાપુનો સોળસી ભંડારા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. બહ્મલીન સંત બચુગીરી બાપુના કૃપાપાત્ર શિષ્ય બુધ્ધગીરી બાપુને અખાડાના થાનાપતી પદેની ચાદરવિધિ કરાઈ હતી, જેમાં ગીરનાર મંડળના વરિષ્ઠ સંતો અને તમામ ધર્મ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની વિશેષ ઉપસ્થિતી રહી હતી. આ ભંડારા મહોત્સવમાં અખાડાના તમામ વહીવટમાંથી મહામંડલેશ્વર ભારતી બાપુએ નિવૃતિની જાહેરાત કરી હતી. (તસ્વીર- જૂનાગઢથી વિજય ત્રિવેદી)