કચ્છની શ્રેષ્ઠ તસવીરોનું પ્રદર્શન…

ગુજરાત રાજ્યની સંસ્કૃતિમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારેય દિશામાં અનોખું વૈવિધ્ય રહેલું છે. એમાંય એકલા કચ્છ જિલ્લામાં અનેક પ્રકારની વિવિધતા છે. જેમ કે ખાડી, દરિયો, ડુંગરા, રણ, સરોવર અને ખનીજ સંપત્તિથી ભરપુર આ પ્રદેશ ભારતમાં વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. ગુજરાત રાજ્યના આ પ્રદેશ વિશે કહેવાય છે કે ‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા’… દરેક ૠતુમાં શ્રેષ્ઠ એવા કચ્છ જિલ્લાની તસવીરોનું એક સુંદર પ્રદર્શન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. વિષમ આબોહવા અને અવારનવાર કુદરતી આફતોનો સામનો કરતા આ પ્રદેશના લોકો ખમીરવંતા તરીકે જાણીતા છે. અમદાવાદના જાણીતા તસવીરકાર કિશોરસિંહ રાઠોડે સતત ત્રણ વર્ષ સુધી કચ્છમાં ફરીને એમના કેમેરામાં કંડારેલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ઈન્દોરની આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવ્યું હતું. અનેક એવોર્ડ્સ અને પારિતોષિકોથી સમ્માનિત કિશોરસિંહે જુદા જુદા વિષયો પર ફોટો પ્રદર્શન પણ યોજ્યા છે, જેમાં કાંકરિયાની તસવીરો ફેમસ થઈ છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)