ગુજરાત સસ્તન, જળચર, ખેચર, ભૂચર, સરિસૃપ જેવા વિવિધ વન્યપ્રાણીઓથી સધ્ધર વિસ્તાર છે. એમાંનું એક સસ્તન વન્યપ્રાણી રીંછ છે.
ભારતમાં મુખ્યત્વે રીંછની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી પ્રજાતી છે “સ્લોથ બીઅર”
ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ રીંછને વધુ અનુકુળ હોવાથી ત્યાં એમની વસ્તી વધુ છે.
રીંછ એક નિશાચર પ્રાણી છે અને તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. ખોરાકમાં ફળ, ફૂલ, કંદમૂળ અને વિવિધ જાતોનાં કીટકો ખાવાનું પસંદ કરે છે. રીંછનો પ્રિય ખોરાક ઉધઈ છે. રીંછ પોતાના ચોક્કસ સ્થળે જ પાણી પીવા માટે જાય છે
બોરડી, મહુડા, આંબો, જાંબુ જેવા વૃક્ષો પાસે રીંછ વધારે જોવા મળે છે. રીંછનું આયુષ્ય અંદાજે 35થી 40 વર્ષનું હોય છે.
સ્લોથ રીંછ વસંત અને ઉનાળાની શરૂઆતમાં પ્રજનન કરે છે અને શિયાળાની શરૂઆતમાં બચ્ચાને જન્મ આપે છે. બે થી ત્રણ વર્ષે બે બચ્ચાને જન્મ આપે છે.
સ્લોથ રીંછ ફ્રેન્ડલી હોય છે પરંતુ મનુષ્ય દ્ધારા અતિક્રમણ કરવામાં આવે તો તેઓ ક્યારેક હુમલો પણ કરે છે.
ગુજરાતમાં બાલારામ-અંબાજી વન્યપ્રાણી અભ્યારણ, જેસોર અભ્યારણ, જાંબુઘોડા વન્યપ્રાણી અભ્યારણ, રતન મહાલ અભ્યારણ અને શૂલપાણેશ્વર અભ્યારણ જેવી જગ્યાઓ પર રીંછ જોવા મળે છે.