સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ની ચીન, નેપાળની સફરોનું ટીઝર…

સુરતની ત્રણ ‘બાઈકિંગ ક્વીન્સ’ – ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ આંતરરાષ્ટ્રીય બાઈક સફર પર નીકળી છે. એમણે ભારતની પડોશના ચીન અને નેપાળની સફર પૂરી કરી લીધી છે અને ત્યાંથી આગળ વધી ગઈ છે. ચીન અને નેપાળમાં એમણે કરેલી સફરનો વિડિયો અહીં પ્રસ્તુત છે.

ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ એમની આંતરરાષ્ટ્રીય બાઈક સફર દરમિયાન અત્યંત ગરમી હોય કે ધૂળનું તીવ્ર તોફાન આવે, પવન ફૂંકાય, એમની સફર ચાલુ રાખે છે. તેઓ દરરોજ 450 કિ.મી.નો પ્રવાસ ખેડે છે.

આ ત્રણેય બહાદુર નારીઓ ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન પસાર કરીને કઝાખસ્તાન પહોંચી છે.

અત્યાર સુધીમાં એમણે 10 હજાર કિ.મી.નો પ્રવાસ પૂરો કરી લીધો છે.

ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી આ ત્રણ નારીઓ 25 દેશોના પ્રવાસ પર નીકળી છે.

આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરના પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી ‘ચિત્રલેખા’ તેની પ્રિન્ટ તેમજ ડિજિટલ આવૃત્તિઓમાં આપતું રહેશે.

આ છે, એમની ચીનની સફરનો વિડિયો…

httpss://youtu.be/gi22lZeanLk

આ છે, એમની નેપાળ સફરનો વિડિયો…

httpss://youtu.be/jgd91NV3xfo

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]