શું તમે સુંદર દેખાવા માગો છો?

વાત કોઇ પણ તહેવાર કે પ્રસંગની હોય યુવતીઓ દરેક ફંક્શનમાં સુંદર દેખાવા માગે છે. અને એમાં પણ જ્વેલરી, એક્સેસરીઝ તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે. કોઇપણ કપડા કેમ ન હોય એક્સેસરીઝ તમારા આઉટફીટને સ્ટાઇલિશ અને સુંદર લુક આપે છે. સિમ્પલ કપડા પણ કેમ ન પહેર્યા હોય એમાં તમે નેકલેસ અને ઇયરિંગ્સ પહેરી લો તો એ પણ હેવી બની જાય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે દરેક સ્ત્રીના વોર્ડરોબમાં હોવી ખૂબ જરૂરી છે. પછી એ સ્ત્રી કોઇ પણ કેમ ન હોય કોલેજ ગર્લ, વર્કીંગ વુમન કે પછી હાઉસવાઇફ.

તમારા વોર્ડરોબમાં નેકલેસ હોવો ખૂબ જરૂરી છે. પહેલા ચોકર અને નાના પેન્ડન્ટવાળા નેકલેસ પહેરવામાં આવતા હતા. જો કે હજુ પણ ઘણા લોકો પહેરે છે પરંતુ હવે ચોકર અને નાના પેન્ડન્ટવાળા ચેઇનની જગ્યા મોટા પેન્ડન્ટવાળા ચેઇનએ લઇ લીધી છે. કેમેરા, બટરફ્લાય, મોરપીંછ, આઉલ, એલિફન્ટ જેવા મોટા પેન્ડન્ટવાળા નેકલેસ અત્યારે ખૂબ ફેશનમાં ચાલી રહ્યા છે. કલરફૂલ ફેધર્સવાળા નેકલેસ પણ પ્લેન કુર્તી અને ટોપ પર અત્યારે યુવતીઓ પહેરી રહી છે. તો બ્લેઝર અથવા તો કોટ સાથે પહેરવા માટે પણ ઓક્સોડાઇઝના નેકલેસ પહેરી શકાય જે ખૂબ સરસ લાગે છે.

હવે વાત કરીએ નોઝ રીંગની, આમ તો નોઝ રીંગની તુલના ટ્રેડીશનલ જ્વેલરી સાથે થાય છે. પરંતુ નોઝ રીંગને દરેક પ્રકારના કપડા સાથે પહેરવામાં આવે છે અને એ ખૂબ સરસ લાગે છે. નોઝ રીંગને સ્ટાઇલ સ્ટેટમેન્ટ એક્સેસરીઝમાં પણ ગણવામાં આવે છે. નોઝ રીંગથી તમારો ચહેરો નમણો લાગે છે. જો તમને મોટી નોઝ રીંગ પહેરવી ન ગમતી હોય તો કલરફૂલ ડાયમંડ સ્ટડ પણ પહેરી શકો છો. અને અત્યારે કલરફૂલ ડાયમંડના સ્ટડ પહેરવાની જ ફેશન વધુ ચાલી રહી છે. હવે વાત કરીએ સ્ટેટમેન્ટ રીંગ પાર્ટીવેર ડ્રેસ કે અમુક ઓફીસવેર ડ્રેસમાં મોટી રીંગ પરફેક્ટ રહેશે. એ એક જ રીંગ હાથમાં પહેરશો એટલે તમારે હાથમાં બીજી કોઇ વસ્તુ પહેરવાની જરૂર જ નહી પડે. કોલેજ ગર્લ્સમાં અત્યારે પ્લાસ્ટિક અને સિન્થેટિક રિંગની પણ ફેશન ચાલી રહી છે. રીંગ સાથે હાથમાં જો બીજી કોઇ વસ્તુ પહેરવી હોય તો સિમ્પલ બ્રેસલેટ અથવા તો વોચ પહેરી શકો છો.

હેરબેન્ડ પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટનો એક ભાગ છે. પહેલા તો આંખ આડા વાળ આવતા એને અટકાવવા માટે હેરબેન્ડ વાપરવામાં આવતી હતી. પરંતુ હવે હેરબેન્ડને ફેશન એક્સેસરીઝ તરીકે વાપરવામાં આવે છે. સ્ટોન્સ લગાવેલી, મોટા બ્રોચવાળી, ડાયમંડ સ્ટડેડ હેરબેન્ડ અત્યારે ખૂબ ડીમાન્ડમાં છે. રોજબરોજ માટે તમે પતલી હેરબેન્ડ વાપરી શકો છો. ફેશન માટે ચાલતો સ્ટોલનો એક પીસ તમારો આખો લુક ચેન્જ કરી દેશે.

સ્ટોલ તમારા આઉટફીટને કમ્પ્લીટ કરી દેશે. કોર્પોરેટ વર્લ્ડમાં મલ્ટી કલરના સિલ્કના અને શિફોનના સ્ટોલ વધુ ચાલે છે. પાર્ટીવેરમાં પણ તમે લેસવાળા, ફ્લોરલ, પ્રિન્ટેડ, પોલકા ડોટ્સ, ચેક્સ પ્રિન્ટ્સ વાળા સ્ટોલ નાખી શકો છો. કેટલીક સ્ત્રીઓ રોજે આવા સ્ટોલને પહેરવાનુ પસંદ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]