રિઝ્યૂમ બનાવવું હોય તો આ ઍપ કામમાં લાગશે

વેના સમયમાં તમારે કોઈ નોકરી માટે અરજી કરવી હોય તો તે માટે તમારી જૂની નોકરીઓ વિશેની વિગતો લખવી એ બહુ મહત્ત્વનું કામ છે. તેને અંગ્રેજીમાં રિઝ્યૂમ કહે છે. તમારો રિઝ્યૂમ સુંદર રીતે લખાયેલો હોવો જોઈએ. અત્યારે ઘણાં બધાં કામો મોબાઇલમાં થઈ જાય છે ત્યારે આ કામ માટે પણ મોબાઇલ તમારી મદદે આવે છે.

તમારા રિઝ્યૂમમાં તમારો અનુભવ, તમારા પ્લસ પૉઇન્ટ, તમારી સિદ્ધિઓ ઊડીને આંખે વળગે તેવી અને ટૂંકમાં લખાયેલી હોવી જોઈએ. જો તમે આ દસ્તાવેજમાં કંઈક પ્રૉફેશનલિઝમ લાવવા માગતા હો તો કેટલીક મોબાઇલ ઍપ તમારી મદદ કરી શકે છે. આવો જોઈએ, આ ઍપ વિશે.

કેનવા: તમે તમામ પ્રકારના ડિઝાઇન પ્રૉજેક્ટ માટે કૅન્વાનો ઉપયોગ કરી શકો છો. તે સુંદર લાગતા રિઝ્યૂમ માટે બહુ સારી ઍપ છે. જો તમે તમારી જાતને ગ્રાફિક ડિઝાઇનર ન માનતા હો તો પણ આ ઍપ તમને મહત્ત્મ દૃશ્યાત્મક અસર લઘુતમ પ્રયાસો સાથે બતાવશે. તમે અંતિમ પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

કેન્વામાં ઘણા બધા સુંદરસુંદર ટૅમ્પ્લેટ છે. તમારે તેમાંથી પસંદ કરવાનું છે. એક પસંદ કર્યા પછી તેમાં પહેલેથી મૂકાયેલા લખાણને સંપાદિત કરી તમારી પોતાની વિગતો મૂકો. તમે તેમાં આકારો, તસવીરો મૂકી શકો છો, પૃષ્ઠભૂમિ બદલી શકો છો અને અન્ય રીતે પણ દેખાવ બદલી શકો છો. કેન્વા વેબ અને મોબાઇલ બંનેમાં ચાલે છે. તે નિઃશુલ્ક છે. જોકે તમે તેનું પ્રિમિયમ વર્ઝન ખરીદી શકો છો.

વિઝ્યૂઅલ સીવી: જ્યારે તમે તમારા રિઝ્યૂમની ડિઝાઇન કરતા હો તો વિઝ્યૂઅલ સીવીનો તમે જે જુઓ છો તે જ ઇન્ટરફેસ તમે મેળવો તે ખાસિયતથી તમને સંભવતઃ સૌથી સારો દેખાતો રિઝ્યૂમ મળી જશે. ઍપના તમારા અનુભવના આધારે તમે થોડી જ મિનિટોમાં ખૂબ જ વ્યાવસાયિક અને આકર્ષક સીવી બનાવી શકો છો.

કેકરિઝ્યૂમ: કેક રિઝ્યૂમમાં સુંદર રીતે ડિઝાઇન કરેલું ઇન્ટરફેસ છે, તમે સરળતાથી તેનો ઉપયોગ કરવાનું શીખી શકો છો. તેમાં અનેક સારાંસારાં ટેમ્પ્લેટ છે અને તેમાં એવાં ફિચર છે જે તમને સીધા નોકરી પ્રદાતાઓ (એમ્પ્લૉયર) સાથે જોડે છે.

ટેમ્પ્લેટથી શરૂ કરવાના બદલે કેકરિઝ્યૂમ તમને કેટલાક પ્રશ્નોથી શરૂઆત કરાવે છે જેમાં તમે કયા ક્ષેત્રોમાં નિપુણ છો તેની વાત આવે છે. તમારે કેવા પ્રકારની ભૂમિકાવાળી નોકરી જોઈએ છે. આ બધી માહિતીના આધારે તે બાદમાં તમારું સીવી બનાવશે. તમે અલગ-અલગ તત્ત્વો ઉમેરી શકો છો, જેમ કે તસવીરો, ડિવાઇડર લાઇન, વગેરે.

સીવી એન્જિનિયર: જો તમે ફૉન પર તમારું રિઝ્યૂમ બનાવવા માગતા હો તો સીવી એન્જિનિયર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના લેઆઉઉટ ખાસ આધુનિક નથી, પરંતુ તે એકદમ સરળ છે અને તેમાં તમે માહિતીને સારી રીતે ગોઠવી શકો છો.

તેમાં પહેલું પગલું વિવિધ વિભાગો – કૌશલ્ય, રસ, સંદર્ભો, શિક્ષણ વગેરે ભરવાના હોય છે. દરેક વિભાગ માટે સીવી એન્જિનિયર તમને અલગ-અલગ ઉદાહરણો ઉપલબ્ધ કરાવે છે.

 Resume.com:  આ વેબ ઍપ રિઝ્યૂમ બનાવવાના દરેક પાસાને સારી રીતે વણી લે છે. જો તમારે કેટલીક ગણીગાંઠી મિનિટોની અંદર જ સુંદર દસ્તાવેજ બનાવવો હોય તો તે સારી પસંદગી છે. તમારે પહેલાં તો એક ટેમ્પ્લેટ પસંદ કરવાનું છે. તેમાં તમારી વિગતો ઉમેરવાની છે. તમે તેમાં હેડિંગ અને વર્ણન તમારી મરજી મુજબ લખી શોક છો. વિભાગોને તમારી પસંદગી મુજબ ગોઠ— શકો છો. જો ન પસંદ પડે તો તેને હટાવી પણ શકો છો.

 

ગૂગલ સ્લાઇટ્સ: જ્યારે તમે રિઝ્યૂમ બનાવવા બેસશો ત્યારે કદાચ પહેલાં તમને ગૂગલ સ્લાઇડનો વિચાર ન પણ આવે. પરંતુ તે નિઃશુલ્ક છે, તેમાં તમે મરજી મુજબનો લેઆઉટ પસંદ કરી શકો છો અને તમે તમારું રિઝ્યૂમ ઇન્ટરેક્ટિવ ફૉર્મેટમાં ઓનલાઇન શૅર કરી શકો છો.

તેમાં બે વિકલ્પો છે. એક તો એક જ સ્લાઇડ પસંદ કરી તેમાં તસવીરો, લખાણ અને આકારનું એક જ પાના પર મિશ્રણ કરો અથવા અનુભવ, શિક્ષણ અને અન્ય વિગતો દર્શાવવા અનેક સ્લાઇડ બનાવો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]