આ શૉર્ટકટથી ફટાફટ કરો કમ્પ્યૂટર પર કામ

મ્પ્યૂટરથી માંડીને સ્માર્ટફૉન સુધીના ટૅક ગેજેટો આજકાલ બધાની જિંદગીના હિસ્સા બની ચૂક્યાં છે. એવામાં જો આ ગેજેટ પછી તે કમ્પ્યૂટર હોય કે લેપટોપ, તેમાં કેટલાંક જરૂરી શૉર્ટકટની ખબર હોય તો કામ ઝડપી અને સરળ બને છે.

આમેય આપણે લોકો હવે દરેક વાતમાં શૉર્ટકટ શોધતાં થઈ ગયા છે. આપણી આ માનસિકતાને ધ્યાનમાં રાખીને જ કદાચ સૉફ્ટવેર બનાવનારાઓ પણ હવે શૉર્ટકટ રાખે છે જેથી લોકોનું કામ સરળ થાય.આ કીબૉર્ડ શૉર્ટ કટમાં અનેક શૉર્ટ કટ ઇન્ટરનેટ વપરાશકારો માટે પણ બહુ કામના હોય છે. તો આવો જાણીએ આ કામના કીબૉર્ડ શૉર્ટકટ વિશે.

Win+D: કમ્પ્યૂટર પર તમે કામ કરો ત્યારે કોઈ પ્રૉગ્રામ ખોલો, કોઈ વેબસાઇટ ખોલો છો ત્યારે અચાનક તમારે ડેસ્કટૉપનું કામ પડી ગયું. તો માઉસનો ઉપયોગ કરીને ડેસ્કટૉપ લાવવા કરતાં જો આ કમાન્ડ વાપરશો તો પળવારમાં ડેસ્કટૉપ તમારી સામે હશે. એટલે કે કમ્પ્યૂટર પર વિન્ડૉઝની સાથે D બટન દબાવતાં જ સિસ્ટમ પર ખુલેલા તમામ પ્રૉગ્રામ, વેબસાઇટ મિનિમાઇઝ થઈને ડેસ્કટૉપ આવી જશે.

Win+L: ઘણી વાર તમે કામ કરતા હો તે તમારે ગુપ્ત રાખવું હોય તેવું બની શકે છે. પરંતુ ઑફિસ કે ઘરમાં કામ કરતી વખતે તમે કામ કરતા હો તો તમે કોઈક કારણસર જગ્યાએથી ઉઠ્યા તો બની શકે કે તમારી ગેરહાજરીમાં તમારું ગુપ્ત કામ કોઈ જોઈ જાય. આ માટે તમે આ કમાન્ડ વાપરીને તમે ખોલેલી વિન્ડૉઝને લૉક કરી શકો છો. આ માટે વિન્ડૉઝ બટનની સાથે L બટન દાબો. આનાથી તમારી સિસ્ટમ લૉક થઈ જશે અને પછી તેને પાસવર્ડ વગર ખોલવી મુશ્કેલ બનશે.

CTRL+F: કમ્પ્યૂટર પર ખુલેલી કોઈ પણ વિન્ડૉ જેમ કે માઇક્રૉસૉફ્ટ વર્ડ કે વિન્ડૉઝની કોઈ હાર્ડડિસ્ક પાર્ટિશન હોય, તેમાં તમારે કોઈ ફાઇલ કે કોઈ શબ્દ શોધવો છે. તો એકેએક લાઇન કે એકએક ફાઇલ જોવા જશો તો બહુ સમય જશે. પરંતુ આ કમાન્ડ વાપરતાં તમારી સામે સર્ચનો વિકલ્પ ખુલશે. તેમાં તમારે જે શોધવું હોય તે શબ્દ કે ફાઇલનું નામ ટાઇપ કરો. તમારું કામ થઈ જશે.

ALT+Tab: હવે લગભગ બને છે એવું કે લોકોને કમ્પ્યૂટર પર કામ કરતી વખતે અનેક વિન્ડૉઝ ખુલ્લી રાખીને કામ કરવાની ટેવ હોય છે કારણકે કઈ વિન્ડૉમાં જઈને ક્યારે કામ કરવું પડે તે કહેવાય નહીં. પરંતુ આવી સ્થિતિમાં બીજી વિન્ડૉ ખોલવા માટે માઉસનો સહારો લેવો પડે છે. આવું ન કરવું હોય અને ઝડપથી બીજી કોઈ વિન્ડૉ કે પ્રૉગ્રામમાં જવું હોય તો આ કમાન્ડ વાપરો. તેમાં તમને તમે ખોલેલી વિન્ડૉનો પ્રિવ્યૂ પણ દેખાશે અને કયા પ્રૉગ્રામમાં તમે જઈ શકો તે હાઇલાઇટ કરેલું પણ દેખાશે. જો તમે તે પ્રૉગ્રામમાં ન જવા માગતા હો તો આ કમાન્ડ વાપરવાનું ચાલુ રાખો. CTRL +/-: ઘણી વાર તમે કામ કરતા હો ત્યારે તમારે કોઈ લખાણ કે તસવીર કે કોઈ પેજ મોટું કરીને જોવું હોય છે, અથવા નાનું કરીને પણ જોવું હોય છે. આવી સ્થિતિમાં તમે જે તે પ્રૉગ્રામ કે વેબસાઇટમાં જઈને ઝૂમ કરવા જશો તો સમય થોડો વધુ બગડશે. તેના બદલે આ કમાન્ડ વાપરો. જ તમારે ઝૂમ ઇન એટલે કે મોટું કરવું હોય તો કંટ્રૉલ અને વત્તા (પ્લસ)નું બટન એક સાથે દબાવો. જો તમારે નાનું એટલે કે ઝૂમ આઉટ કરવું હોય તો કંટ્રૉલ અને બાદબાકી (માઇનસ)નું બટન એકસાથે દબાવો.

CTRL +PgUp/ PgDn: બ્રાઉઝર પર કામ કરતી વખતે એક ટેબમાંથી બીજા ટેબમાં જતી વખતે તમે કંટ્રૉલ બટનની સાથે પેજ અપ અથવા પેજ ડાઉન પર ક્લિક કરીને બહુ ઝડપથી આગળ કે પાછળ કોઈ પણ ટેબ પર જઈ શકશો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]