દુનિયામાં 21 મિલિયનથી વધુ સ્કિત્ઝોફ્રેનિયાના શિકાર!

સ્કિત્ઝોફ્રેનિયા એ એક ગંભીર અને તીવ્ર માનસિક બિમારી છે, જે દુનિયાભરમાં 21 મિલિયનથી વધુ લોકોને અસર કરી રહી છે. ડોક્ટરોનો દાવો છે કે ભારતમાં આ ગંભીર બિમારીથી અસર પામેલી 1 ટકા કરતાં પણ વધુ વસ્તી છે. આ બિમારીમાં જે માનસિક અસમતુલા પેદા થાય છે તેના કારણે શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી કામગીરીને અસર થાય છે.

સ્કિત્ઝોફ્રેનિયાના કારણે વ્યક્તિની વિચારવાની, કામ કરવાની અને પ્રતિભાવ આપવાની ક્ષમતા અટકી જાય છે. તેના કારણે તrવ્ર પ્રકારની માનસિક અસમતુલા, ભાષા તેમજ વ્યક્તિની સભાનતા અને વર્તણૂંકમાં ઊણપ ઉભી થાય છે. જેમાં દર્દીને વિવિધ પ્રકારના અવાજો અને દ્રશ્યોનો ભાસ થતો હોય તેવી માનસિક અસર થાય છે.

જો યોગ્ય સારવાર કરવામાં આવે નહીં તો સ્કિત્ઝોફ્રેનિયાના દર્દી સાથે કામ કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. આ રોગનો ભોગ બનેલા 13 ટકા લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે અથવા તો વહેલા મૃત્યુનો ભોગ બને છે. આમ છતાં વિવિધ લક્ષણો ધરાવતો આ રોગ જોખમી નથી. કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, મેટાબોલીક ડીસ્ફંક્શન અને વિવિધ પ્રકારના ચેપ લાગવા જેવી નિવારી શકાય તેવી શારીરિક સમસ્યાઓને કારણે તે ઉદ્દભવે છે.

કેટલીક વખતે મેરીજુઆના, કોકેઈન અને એમ્ફેટામાઈન જેવા ડ્રગનું સેવન કરવાથી અથવા તો આલ્કોહોલના વ્યસનને કારણે સ્થિતિ બગડે છે. દર્દીની હાલત કથળતી જાય છે અને સામાજીક વર્તુળોથી દૂર થતો જાય છે.

 માનસિક બિમારીને હલ કરવાના ઉદ્દેશથી સંગઠીત થઈને ગત 24 મે, 2019ના દિવસે “વર્લ્ડ સ્કિત્ઝોફ્રેનિયા ડે” પ્રસંગે ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ 14 ડોક્ટરો આ રોગ અંગેની સામાન્ય માન્યતાઓ અને સ્થિતિ અંગે સમાજમાં પ્રવર્તતા ખ્યાલો તોડવા અને તે અંગે ચર્ચા કરવા માટે એકસામટા એકત્ર થયાં હતાં.

કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડનો આ પ્રયાસ ત્રણ દિવસની ઝૂંબેશમાં વહેંચાયેલો હતો. આ ઝૂંબેશ હેઠળ 1,25,000 થી વધુ પ્રાદેશિક અભિપ્રાયો મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેનો ઉદ્દેશ લોકોને દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનશીલતા ધરાવતા હકારાત્મક વિચારોથી પ્રભાવિત કરવાનો હતો.

સુરતના સ્વતંત્ર અગ્રણી સાઈકિયાટ્રીક ડો. પ્રણવ પચીગરે આ બાબતને સાચી ઠરાવતાં જણાવ્યું હતું કે સ્કિત્ઝોફ્રેનિયાનો દર્દી એકલતા અનુભવે અને સામાન્ય રીતે સમાજથી દૂર થઈ એકલો પડી જાય તેવું બનતુ હોય છે. આ એક અસમતોલ સ્થિતિ છે અને સમયસર માર્ગદર્શન તથા યોગ્ય કાઉન્સેલીંગ જરૂરી બને છે. આ સ્થિતિ સાથે સંકળાયેલી શરમ અને માન્યતાઓને કારણે રોગ ચર્ચાનો વિષય બને છે અને વ્યક્તિ પોતાની ઓળખ ગૂમાવે છે.

આથી આવા દર્દીની કાળજી લેવાની તેના સ્નેહીઓની ફરજ બને છે. તેમણે તેમના અનુભવ મુજબ સાવચેતીના પગલાં લેવા જોઈએ. વ્યક્તિની વર્તણૂંકને સ્વીકારવી જોઈએ અને (રોગની તીવ્રતા અને સ્થિતિ અનુસાર) અસરકારક દવા તથા ફિઝીયોલોજીસ્ટ/ સાઈકિયાટ્રીસ્ટ સાથે નિયમિત બેઠકો યોજી તેનીસ્થિતિમાં સુધાર લાવવો જોઈએ.

વધુમાં, જાહેરમાં દર્દીને સલામત વાતાવરણ પૂરૂ પાડીને તથા દર્દી આત્યંતિક પગલું ભરે અને તેની સ્થિતિ દયનીય બને નહી તે રીતે એક મજબૂત સમાજબનાવી આવા લોકોને સહાય કરવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]